દૂરના શું પાસના; સંબંધ કેવળ શ્વાસના,
દોડવું ને હાંફવું આ ઝાંઝવા આભાસના.
ભીતરેથી ના હણી શકતા અસુરી તત્ત્વ ને,
ક્યાં લગી બાળ્યા કરીશું પૂતળાઓ ઘાસના.
આશ ડૂબતી સૂર્ય સાથે વ્યાપતું અંધાર જગ,
ને જટાયુ સમ ઝઝૂમે કોડિયા અજવાસના.
વેદના અંકુર થઈને ફૂટતી મારા હ્રદય,
કોણ જાણે બીજ ત્યાં વાવી ગયું અહેસાસના.
રક્તટશરોથી લખી છે ઓ વતન તારી કથા,
ધૂળમાં ધરબાઈને ઝંખું વરસ સહવાસના.
શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી ૨૦૧૯